નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે તહેવારો દરમિયાન લોકોને તેમના ઘર કે વતનમાં પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે રેલવે વિભાગે નવી વિશેષ ટ્રેનો દોડાવવાનું આયોજન કરી રહી છે. જેથી મુસાફરોને ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળી જાય અને મુસાફરી દરમિયાન કોઇ મુશ્કેલી ન પડે.
ભારતીય રેલ્વેએ આજે તહેવારોની સીઝન માટે 192 જોડી એટલે કે 392 વિશેષ ટ્રેનોની યાદી બહાર પાડી છે. આ ટ્રેનોનું નામ Festival Special રાખવામાં આવ્યું છે. આ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે દોડાવવામાં આવશે.
રેલ્વેના જણાવ્યા મુજબ આ ટ્રેનો ઓછામાં ઓછી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનોના ભાડા અંગે રેલ્વેએ કહ્યું છે કે, તેમનું ભાડુ બાકીની વિશેષ ટ્રેનો જેટલું જ હશે. આ ટ્રેનોમાં વધુને વધુ એસી 3 ટાયર કોચ લગાવવામાં વાત કહેવામાં આવી છે.
તહેવારની મોસમ શરૂ થયાના ઘણા સમય પહેલા જ રેલ્વે કેટલી ટ્રેનો દોડાવશે તે અંગે અટકળો વહેતી થઈ હતી. કેટલાક 100 કહેતા હતા અને કેટલાક 150નું અનુમાન લગાવતા હતા. દરમિયાન, રેલ્વે બોર્ડના અધ્યક્ષે સ્પષ્ટ કહ્યું હતું કે, રેલ્વે તહેવારની સિઝનમાં લગભગ 200 વિશેષ ટ્રેનો દોડાવશે અને જો જરૂર પડે તો સંખ્યામાં વધુ વધારો કરી શકાય છે. હવે રેલવેએ 196 જોડીની ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે અને તેની યાદી પણ જાહેર કરી છે.
392 નવી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની યાદી