હાથરસ ની ચકચારી ઘટના અંગે દેશભરમાં ભારે પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે ત્યારે રાજ્ય માંઆજે એક સાથે ગુજરાતના 14 જિલ્લાના 450થી વધુ ગામોમાં પ્રેરણા સભા યોજી મહિલાઓ હાથરસની મુતક યુવતીના પ્રતિકાત્મક ફોટાને ચપટી હળદરથી ચાંદલો કરશે. મૃતક દલિત યુવતીના કપાળે હળદર લગાવીને તેની માતાની ઇચ્છા પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે. બીજી ચપટી હળદર ત્યાં પડેલા ડબ્બામાં નાંખશે. દેશભરમાંથી તમામ ડબ્બાંઓ સાણંદ સ્થિત દલિત શક્તિ કેન્દ્ર ખાતે મોકલવામાં આવશે. ત્યાં પ્રતિકૃતિ તૈયાર થયા બાદ તે યુ.પી.ના મુખ્યમંત્રીને મોકલવામાં આવશે.આમ ગુજરાત માં આ પ્રકાર નું મોટું આયોજન કરવામાં આવતા દેશભર ના મીડિયા ની નજર ગુજરાત ઉપર ખેંચાઈ છે.
