વાપી અને ચલા વિસ્તારમાં પશુઓ ની બિન્દાસ ચોરી કરી જતા પશુચોર સીસીટીવી માં કેદ થયા મામલે મીડિયા માં આવેલા અહેવાલો બાદ લોકો માં ભારે રોષ ફેલાયો હતો અને આવા નીચ લોકો ને પકડી લેવા માટે વોચ ચાલુ થઈ હતી તે દરમ્યાન વાપી ટાઉન હનુમાન મંદિર પાસે ત્રણ ગાયોને ઇંજેક્શન મારી બેભાન કર્યા બાદ આ પશુઓ ને લઈ જવાની પેરવી કરી રહેલા ઈસમો ને સ્થાનિકો લોકો એ જોઇ લેતા તેઓ ને પડકારતાં આ ઈસમો ફરાર થઇ ગયા હતા.બીજી તરફ વાપી ટાઉન પોલીસે નાઇટ પેટ્રોલીંગ વધારી મુકતા સોમવારે રાત્રે પેટ્રોલીંગમાં ચલા મુક્તાનંદ માર્ગ ઉપર એક સફેદ ટવેરા કાર અને એસેન્ટ કારમાં બેસેલા શંકાસ્પદ વ્યક્તિઓ જે રસ્તા પર બેસેલી ગાયો નજીક દેખાતા પોલીસે શંકાસ્પદ જણાતા આ ઈસમો નો પીછો કરતા ટવેરા કારમાં આવેલા 4 ઈસમો ગોલ્ડ કોઇન સર્કલ થઇ ભાગી છૂટ્યા હતા. જ્યારે એસેન્ટ કારનો પીછો કરતા તેઓ ટોલનાકા તરફ ભાગી પરત વાપી આવતા ગુંજન ચારરસ્તા પાસે પોલીસ ચેકિંગ જોઇ તેઓ કાર છોડીને વાપી કોર્ટ તરફ ભાગ્યા હતા. પોલીસે પીછો કરતા ગટરમાં સંતાઈ ગયેલા બે આરોપીઓ ને મળસ્કે ઝડપી લીધા હતા.
પશુચોર ગેંગ મુંબઈ ભિવંડી ની હોવાનું ખુલ્યું છે જેઓ વાપીમાં મોડી રાત્રિએ રખડતા ઢોરોને બેભાન કરી કારની ડિક્કીમાં ઉપાડી જતાં હતા. ભિવંડીમાં 40 હજારના ઢોરને 20 હજારમાં કતલખાને વેચી દેતા હોવાની હકીકત બહાર આવી છે.
એસેન્ટ કારમાં આવેલા આરોપી ઐઝાજ રઇસ કુરેશી અને મોસીન મેહબુબ ખાન ભિવંડી પોલીસના હાથે ઝડપાયા હતા. જ્યારે એસેન્ટ કારમાં બેસેલા અફઝલ અને બિલ્ડર બંને રહે. ભિવંડી અને ટવેરા કારમાં આવેલા જમીલ ફકીરા કુરેશી રહે.કસાયવાડ ભિવંડી, અરબાઝ ઉર્ફે સહેબાઝ બબુવા અંસારી રહે.કસાયવાડ પિજરા મસ્જીદ પાસે, શરીફ ઉર્ફે બીછુ કુરેશી રહે.કસાયવાડ અને ઉબેશ શકીલ કુરેશ રહે.ગોડી કુરલા મુંબઇ ફરાર થઇ ગયા હતા.
આરોપીઓ સાંજ ના અરસામાં જ મુંબઇ થી વાપી પંથક માં પહોંચી જઇ મોડી રાત્રે તેઓ વાપી વિસ્તારમાં રઝળતી ગાયોને બ્રેડ કે પાવ ખવડાવી બેભાન કરવા માટેના અઢીસો રૂપિયા માં મળતા ઇંજક્શનો મારી દેતા હતા. બેભાન થવા બાદ ગાડીની પાછળની ડિક્કીમાં ઘૂસાડી મુંબઇ ભિવંડીના કતલખાને લઇ જઇ વેચી દેતા હતા.
પકડાયેલી લાલ એસેન્ટ કારમાંથી પોલીસે નાયલોનના દોરડાના 5 ગુછા, ઇન્જેક્શન સીરીન્જ નંગ 2, સફેદ કલરનું કાપડ અને બે મોબાઇલ મળી કુલ રૂ.1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આમ વાપી માં છેલ્લા ઘણાજ સમય થી ગાયો ની થઈ રહેલી ચોરીઓ નો ભેદ ઉકેલાયો હતો અને મુંબઇ ની ગેંગ પકડાઈ જવા પામી છે.
