દેશ માં મોટા અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં હૈદરાબાદ માં ભારે વરસાદ ને કારણે હોનારત જેવી સ્થિતિ ઉભી થઇ છે.
સતત ભારે વરસાદને લઈ અત્યાર સુધી 11 લોકોનાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તેમાં 9 લોકોનાં મોત બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે થયા છે. અહીં નીંચાણવાળા વિસ્તારો સંપૂર્ણ રીતે પાણી માં ડૂબી ચુક્યા છે. હૈદરાબાદ ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભારે વરસાદને કારણે બંદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે 9 લોકોનાં મોત નિપજ્યા છે. બાઉન્ડ્રી વોલ પડતાં 9 લોકોનાં મોત નિપજ્યા તો 2 લોકોને ઈજા પહોંચી છે. અલગ ઘટનામાં, એક 40 વર્ષીય મહિલા અને તેની 15 વર્ષીય પુત્રીનું મોત થયું છે. ભારે વરસાદને કારણે ઈબ્રાહિમપટનમ વિસ્તારમાં ઘરની છત તૂટી પડતાં બંનેનાં મોત નિપજ્યા હતા. તેલંગાણાના અનેક વિસ્તારોમાં મંગળવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હૈદરાબાદના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.ભારે વરસાદથી હૈદરાબાદનું જનજીવન પ્રભાવિત થયું છે. અટ્ટાપુર મેન રોડ, મુશીરાબાદ, ટોલી ચોકી અને દમ્મીગુડા સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોને ઘરોમાં કેદ થવાનો વારો આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ સેવા ઠપ થઈ ગઈ છે. નીંચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. SDRFની ટીમ સતત રેસ્ક્યુ કરી રહી છે.
હૈદરાબાદ સહિત અન્ય શહેરોમાં વરસાદ બાદ પરિસ્થિતિ પર સીએમ ચંદ્રશેખ રાવે રિપોર્ટ માગ્યો છે. આ સાથે જ તમામ જિલ્લા પ્રશાસનને સતર્ક રહેવા માટે જણાવાયુ છે આમ હૈદરાબાદ માં ભારે વરસાદ ને લઈ સ્થિતિ ગંભીર બની છે અને તંત્ર સ્ટેન્ડબાય કામગીરી બજાવી રહ્યું છે.
