ગુજરાતમાં વિધાનસભા ની પેટાચૂંટણીઓ અગાઉ જ કોંગ્રેસ ના ગઢ માં મોટા મોટા ગાબડાં પડ્યા બાદ હમણાં જ કોંગી નેતા કૈલાશ ભાઈ ગઢવી એ કોંગ્રેસ ને બાય બાય કરી દેવાની ઘટના ની હજુ શાહી સુકાઈ નથી ત્યાંજ આજે સંઘપ્રદેશમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે જેમાં ઓબીસી પ્રમુખ હરિશ પટેલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા જિગીષાબેન પટેલ પોતાના 200 સમર્થકો સાથે ભાજપ માં જોડાઈ જતા કોંગ્રેસ ને સતત મોટો ફટકો પડયો છે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ અત્યારે ચૂંટણીની મોસમ ચાલી રહી છે. સંઘપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સાથે ગ્રામ પંચાયતની પણ ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેને કારણે પ્રદેશ નો રાજકીય માહોલ ગરમાયો છે.સંઘપ્રદેશ દમણ-દીવ કોંગ્રેસના ઓબીસીના પ્રમુખ હરિશ પટેલ અને દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સભ્ય જિગીષા બેન પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે.સેલવાસમાં પ્રદેશ ભાજપના કાર્યાલય એવા અટલ ભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આતમ બંને અગ્રણીઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. આમ દમણ-દીવ કોંગ્રેસના ઓબીસીના પ્રમુખ હરિશ પટેલએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસનો હાથ છોડી દેતા કોંગ્રેસ નું અચ્યુતમ થઈ રહ્યુ છે.
જ્યારે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના સભ્ય જિગીષા પટેલ એમ આ બંને અગ્રણીઓએ તેમના 200થી વધુ સમર્થકો સાથે કેસરિયા છાવણીમાં બેસી અને કેસરીયો ખેસ ધારણ લીધો હોવાના લેટેસ્ટ ન્યૂઝ મળી રહયા છે.
ગુજરાત માં વિધાનસભા ની પેટા ચુંટણીઓ માં પણ કોંગ્રેસ છાવણીમાં નીરસ માહોલ જોવા મળી રહ્યો છે અને જાણે મોરલ તૂટી ગયું હોય તેવું જણાઈ રહ્યુ છે.
કોંગ્રેસ માં કોઈ મજબૂત સુકાની નહિ હોવાથી જહાજ આમતેમ ભટકી રહ્યા નું જણાઈ રહ્યુ છે ત્યારે ગુજરાત માં કૈલાશ ગઢવી એ રાજીનામુ આપ્યા બાદ હવે આજે ગુજરાત બોર્ડર ઉપર પણ તેના પ્રત્યાઘાતો પડ્યા હોય તેમ કોંગ્રેસ માંથી અગ્રણીઓ ભાજપ માં જતા રહેવાનો ક્રમ ચાલુ રહેતા કોંગ્રેસ માં કોઈ મજબૂત નિર્ણાયક નેતા નહિ હોવાનું સામે આવી રહ્યુ છે.
