ન્યુયોર્કઃ વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે તેની રસી શોધવાના મામલે વધુ એક ચિંતાજનક અહેવાલ આવ્યા છે. જેમાં અમેરિકાની ફાર્મા કંપની Eli Lilly એ કોરના વાયરસ એન્ટિબોડી દવાનું ટ્રાયલ અટકાવી દીધુ છે. સુરક્ષાના કારણોસર કંપની દવાનું ટ્રાયલ રોક્યુ છે. અલબત કંપનીએ આ બાબતે કોઇ માહિતી નથી આપી કે કઇ બાબતે જોખમ આવ્યુ છે અને કેટલાં વોલિયન્ટર્સ પ્રભાવિત થયા છે. Eli Lilly એવા પ્રકારની એન્ટિબોડી થેરાપી ઉપર સંશોધન કરી રહી છે જેવી સારવાર Regeneron એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પને આપી હતી. કંપનીને કોરોના દવા ટ્રાયલ માટે સરકાર તરફથી નાણાંકીય સહાય પણ મળી રહી છે.
એક રિપોર્ટ મુજબ કંપનીએ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે પોતાની એક ઔષધિ LY-CoV555ની ટ્રાયલ માટે પરવાનગી માગી હતી. આ ટ્રાયલ LY-CoV555 દવા માટે હતી કે પછી બીજી દવા માટે હતી. ટ્રાયલ તરત રોકી દેવાની જાહેરાત કંપનીએ કરી હતી. પરંતુ એના વિગતવાર કારણો આપ્યાં નહોતાં.
આ કંપનીએ તાજેતરમાં પોતાની બે એન્ટી બોડી દવાઓના મિશ્રણની ટ્રાયલના ડેટા જાહેર કર્યા હતા. એ સાથે એક એન્ટી બોડી દવાની મોનોથેરપી ટ્રાયલની વિગતો પણ જાહેર કરી હતી. એમાં કંપનીએ એવો દાવો કર્યો હતો કે ટ્રાયલમાં સંડોવાયેલા બધા દર્દીઓ સાજા થઇ ગયા હતા પરંતુ દરેક દર્દીમાં કોઇ આડઅસર જોવા મળી હતી. ફક્ત બે દર્દીમાં ગંભીર એલર્જિક આડ અસર જોવા મળી હતી. માત્ર ચોવીસ કલાક પહેલાં જ્હૉન્સન એન્ડ જ્હૉન્સન કંપનીની કોરોનાની કહેવાતી દવાની ટ્રાયલ પણ રોકી દેવામાં આવી હતી. Eli Lillyની ટ્રાયલને સરકારે આર્થિક મદદ કરી હતી. Eli Lillyએ બનાવેલી એન્ટી બોડી દવાની ટ્રાયલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પર કરાઇ રહી હતી.