મુંબઇઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યુ કે, કોરોના સંકટરને કારણે ખર્ચ વધતા ભારતના જાહેર દેવાનો ગુણોત્તર એટલે કે ડેટ-ટુ જીડીપિ રેશિયો 17 ટકા વધીને કુલ જીડીપીના 90 ટકાના સ્તર સુધી પહોંચી જશે. જે છેલ્લા એક દાયકાથી જીડીપીના 70 ટકાની આસપાસ ટકેલો છે.
આઇએમએફના અધિકારી વિટોર ગૈસપરે કહ્યુ કે, કોરોના કટોકટી કાળમાં જાહેર ખર્ચમાં વૃદ્ધિ અને ઓછી કર આવક તથા આર્થિક ગતિવિધિઓમાં ઘટાડાને કારણે અમારા અંદાજ મુજબ ભારતનું જાહેર દેવું 17 ટકા વધીને જીડીપીના 90 ટકાની આસપાસ પહોંચી જશે. જે વર્ષ 2021માં સ્થિર રહેવાનો અંદાજ છે અને અંદાજીત સમયગાળા 2025ના અંત સુધી ધીમે ધીમે ઘટશે. જોવા જઇએ તો ભારતમાં જાહેર દેવાનું જે સ્વરૂપ છે, તે દુનિયામાં લગભગ સમાન દેશો જેવુ છે.
ભારતની રાજકોષીય સ્થિતિના આંકલન વિશે પૂછતા તેમણે કહ્યુ કે, ભારત 1991માં આર્થિક ઉદારીકરણ બાદ વિશ્વના વિકાસની દ્રષ્ટિથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ગૈસપરે કહ્યુ કે, દેશનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર 1991થી 2019 દરમિયાન સરેરાશ 6.5 ટકા રહ્યો છે. તો વાસ્તવિક જીડીપી વ્યક્તિદઠી આ દરમિયાન ચાર ગણી વધી છે. અત્યંત ગરીબીમાં રહેનાર લોકોની આવક શક્તિ ક્ષમતાના આધાર પર 1.90 ડોલરથી ઓછું કમાવનાર (આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા)ની ટકાવારી 1993માં 45 ટકા હતી જે 2015માં ઘટીને 13 ટકા થઇ ગઇ છે. ભારતે વર્ષ 2015માં ગરીબીમાં 1990ના સ્તરેથી અડધો ઘટાડો કરીને આ સદીનું લક્ષ્યાંક કર્યુ છે.
IMFએ વધુમાં કહ્યુ કે, ભારતે ઘણા ક્ષેત્રોમાં સારી કામગીરી કરી છે. જેમ કે, પ્રાથમિક શાળાઓમાં એડમિશન લગભગ વૈશ્વિક સ્તર સમકક્ષ છે, નવજાત બાળકોનો મૃત્યુદર ઘટીને અડધો થઇ ગયો છે, પીવાનું પાણીની સુવિધા અને સ્વચ્છતા, વિજળી તથા સારા રોડ-રસ્તા સારા બન્યા છે.