લખનઉઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાવદ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા. તેમની પત્ની સાધનાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તવાર ટ્વિટર હેન્ડલ પર આ વાતની પુષ્ટિ કરવામા આવી છે. નોંધનિય છે કે, મુલાયમ સિંહ યાદવમાં કોરોનાના એક પણ લક્ષણ દેખાયા નથી. અલબત તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેમને મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
હાલ તેઓ હોસ્પિટલ સ્ટાફની દેખરેખ હેઠળ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરીને જણાવ્યુ કે, તેમના પિતાની હાલ સ્થિર છે. કોરોના પોઝિટિવ થયા બાદ તેમના તેઓ જલદી સ્વસ્થ થાય તે માટે મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ હાલ સિનિયર ડોક્ટરોના સંપર્કમાં છે. મુલાયમ સિંહ ઉપરાંત તેમની પત્ની સાધાનાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા ઓગસ્ટમં પણ તબિયત બગડતા મુલાયમ સિંહ યાદવને મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 80 વર્ષના મુલાયમના મૂત્રમાર્ગમાં ચેપ બાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ ઉત્તરપ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા છે. તેમણે વર્ષ 1960માં રાજકીય કારર્કિદીની શરૂઆત કરી હતી. આમે વ્યવસાયે શિક્ષક રહેલા મુલાયમ સિંહે વર્ષ 1967માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. કટોકટી દરમિયાન પણ મુલાયમ સિંહ યાદવ બહુ જ સક્રિય હતા અને જેલ જનાર વિપક્ષના નેતાઓમાં તેમનું નામ રહ્યુ છે. તેઓ વર્ષ 1977માં પ્રથમવાર ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી બન્યા હતા.