વલસાડ માં કોરોના આવતા બેકાર થઈ ગયેલો જિમ ટ્રેનર ચોરીના રવાડે ચડી ગયા નો ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે.
પોલીસે વલસાડ ના ગુંદલાવથી કૈલાસ રોડ તરફ ચોરીની એક મોપેડ લઈને બે ઈસમો જઈ રહ્યા હોવાની બાતમી મળતા સીટી પીઆઇ એચજે ભટ્ટ, પો.કો.રાજકુમાર કરુણાશંકર તથા પોલીસ જવાનો કૈલાસ રોડ પર થી પસાર થઈ રહેલા બાતમી મુજબ ના મોપેડને અટકાવી મોપેડ ચાલક જશવંત રાકેશસિંહ રાજપૂત ની પુછતાછ કરતા વાહન ના પેપર મળ્યા ન હતા અને બહાના બતાવવા તેઓની સઘન પૂછપરછ બાદ ત્રીજા ઈસમ ધવલ નું નામ ખુલતા તેને સીટી પોલીસ મથકે બોલાવતા તે પણ નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યો હતો તેના પેપર માંગતા બંને ગાડીઓ ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેયની પૂછપરછ કરતા તેઓએ વલસાડના ખાત્રીવાડ, વેજલપોર-વાંસદાથી બાઈક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જસવંત રાજપૂત વલસાડના કાર્બન જીમમાં અગાઉ ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. લોકડાઉનમાં જીમ બંધ થઇ ગયા હોવાથી આર્થિક મંદીમાં સપડાઈ જતા બાઈક ચોરી કરવાનું ચાલુ કર્યું હતું. પોલીસે 3 બાઈક, 3 મોબાઈલ મળી કુલ 98 હજારના મુદ્દામાલ સાથે સગીર સહિત 3 ઇસમોને ઝડપી લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
