મહારાષ્ટ્ર માં મુંબઈ સહિત કેટલાંય જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઇના હિંદમાતા, પરેલ, ભાયખલા રોડ સહિત કેટલાંય વિસ્તારોમાં પાણી ભરાઇ જતા ભારે મુશ્કેલી ઉભી થઇ છે.ભારે વરસાદ ને કારણે મુંબઇ, થાણે ,પાલઘર માં યલો એલર્ટ અપાયું છે અને મુંબઈ ના સિંદુદુર્ગ, રત્નાગિરી વિસ્તારમાં માં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.મહારાષ્ટ્ર માં સતત વરસાદ પડી રહ્યો છે.વરસાદે ફરી મુંબઈની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કોલાબામાં અત્યાર સુધીમાં 85 મીમી, સાંતા ક્રૂઝમાં 66 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે એલર્ટ જારી કર્યું છે.
લગભગ 12 કલાક વરસાદ બાદ પુણેના ઈન્દાપુર, નીમગાંવ, કેતકી અને બિગવનમાં સ્થિતિ બેકાબૂ બની છે. ઇન્દાપુરમાં માત્ર 12 કલાકમાં 178 મીમી વરસાદ નોંધાયો છે. ઉજની ડેમમાંથી પાણી છોડવાના કારણે પૂના-સોલાપુર હાઇવે ઉપર પાણી ફરી વળતા હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
પુણાના પ્રસિદ્ધ નીરા નરસિંહપુર મંદિર વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે વહીવટી તંત્ર અને ગ્રામસભાના લોકોએ પ્રજાને સાવધાન કરી.
દેશ ના અન્ય વિસ્તારો તેલંગાણા અને આંધ્રના ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ બાદ પૂર ની સ્થિતિ હોય સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને ભારે વરસાદ ને કારણે અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે.
