ગુજરાત કોંગ્રેસ માં અંદરોઅંદર એટલા બધા ડખ્ખા છે કે મજબૂત સુકાની વગર નુ આ વહાણ કઈ દિશા માં જઇ રહ્યું છે તે કહેવું મુશ્કેલ છે તાજેતરમાં કોંગ્રેસ ના મોટા ગજાના નેતાઓ ભાજપ માં જતા રહ્યા બાદ હમણાં હમણાં છેલ્લે તો કૈલાશ ગઢવી પણ જતા રહ્યા અને હવે લીંમડી નું કોકડું સલવાતા કોંગ્રેસ ની હાલત ખરાબ થઈ ગઈ છે, વિગતો મુજબ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની ઓડિઓ કલીપ વાયરલ થઈ છે. લીંબડી બેઠકની ટિકિટને લઇ ઓડીઓ કલીપ વાયરલ થઈ છે. સ્થાનિક કાર્યકર-ઋત્વિક મકવાણા વચ્ચે ટિકિટને લઇ ભારે માથાકૂટ થતા કોંગ્રેસ ની આંતરિક બબાલ ની લોકો મજા લઈ રહયા છે.
સામાજિક સમીકરણ કોંગ્રેસ ને નિર્ણય કરવો ભારે પડી રહ્યો છે અને નવાઈ ની વાત તો એ છે કે લીંબડીની જવાબદારી લેવા ધારાસભ્ય તૈયાર નથી
લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી અગાઉ મ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની ઓડિઓ કલીપ વાયરલ થતા કોંગ્રેસ ની મુંઝવણ વધી છે. લીંબડી બેઠકની ટિકિટને લઇ ઓડીઓ કલીપ વાયરલ થઈ છે જે ભારે ધૂમ મચાવી રહી છે. સ્થાનિક કાર્યકર-ઋત્વિક મકવાણા વચ્ચે ટિકિટને લઇ રકઝક થઈ છે. ટિકિટ જાહેર થાય તે પહેલા લીમડી કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે. વિધાનસભાની 3 બેઠકોને લઇને કોંગ્રેસની મુંઝવણ વધી ગઈ છે. ઉમેદવારોના નામ પર પેચ ફસાતા કોંગ્રેસ તેમાંથી જ ઉંચી આવતી નથી અને ભાજપે પ્રચાર પણ શરૂ કરી દીધો છે અહીં કોઈ એક નેતા છૂટ થી ડીસીજન લઈ શકતો ન હોવાથી કોંગ્રેસ ની છબી હવે બગડી રહી છે.