ઘોર કળિયુગ ના કિસ્સા હચમચાવી દે તેવા જોવા મળી રહયા છે,વડીલો માં ભગવાન નું રૂપ હોય છે પણ હવે ના લોકો આ બધી વાતો માં વિશ્વાસ કરતા નથી અવાજ એક કિસ્સા ની વાત અહીં પ્રસ્તુત છે.
તામિલનાડુના સલેમમાં બનેલી હૃદયદ્રાવક ઘટના માં આવ્યો છે. અહીં ગંભીર બીમારીથી પીડાતા 74 વર્ષના એક વૃદ્ધને મારી નાખવા માટે પરિવારજનોએ તેમને ફ્રીઝરમાં પૂરી દીધા હતા શ્વાસ લેવા માટે તરફડતા આ વૃદ્ધને મંગળવારે બચાવી લેવામાં આવ્યા હતા.
પરિવારજનોએ એક દિવસ પહેલાં જ તેમને બીમાર હાલતમાં જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવી લઈ જીવતા હોવાછતાં ભાડા નું ફ્રીજર મંગાવી રાતભર તેમને ડેડબોડી રાખવા માટે વપરાતા ફ્રીઝર બોક્સમાં પુરી દીધા હતા
બીજીતરફ એજન્સીનો કર્મચારી ફ્રીઝર બોક્સ પાછું લેવા તેમના ઘરે આવ્યો તો તેણે જોયું કે બોક્સમાં વૃદ્ધ તરફડતા હતા તે જોઈ તે ચોંકી ઉઠ્યો હતો તેમને બોક્સમાં જીવતા જોતાં જ હોબાળો મચાવી દીધો અને તેમને બચાવી લીધા. વૃદ્ધના ભાઈએ એક એજન્સી પાસેથી આ ફ્રીઝર બોક્સ ભાડે લીધું હતું. આ વૃદ્ધની ઓળખ બાલાસુબ્રહ્મણ્યમ કુમાર તરીકે થઈ છે. તેમને ફરી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે વૃદ્ધને ગંભીર સ્થિતિમાં પણ પરિવારજનોએ કેમ ડિસ્ચાર્જ કરાવી લીધા હતા અને જીવતા હોવાછતાં ફ્રીઝર બોક્સ મંગાવી તેમને તેમાં પુરી દેવાના અમાનવીય કૃત્ય સામે ફિટકાર વરસી રહ્યો છે અને આ મામલે પોલિસે ગુનો નોંધ્યો હતો અને વૃદ્ધ ને ફરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
