મુંબઈ ના બોલિવુડ એકટર વિવેક ઓબેરોય ના નિવાસસ્થાને બેંગલુરૂ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે દરોડા પાડ્યા હોવાના અહેવાલ છે, વિવેકની પત્નીના ભાઇ આદિત્ય અલ્વા બેંગલુરૂ ડ્રગ્સ કેસમાં આરોપી છે. પોલીસે તેની તપાસમાં વિવેકના મુંબઇ ના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા છે. વિવેકનો સાળો આદિત્યની વિરૂદ્ધ કેસ નોંધાયા બાદથી તે ફરાર છે. સીસીબી એ કોર્ટ વોરંટ લઇ વિવેદના ઘરે શોધખોળ હાથ ધરી છે.
સૂત્રો ના જણાવ્યા પ્રમાણે કૉટનપેટ કેસમાં આદિત્ય અલવા ફરાર છે. વિવેક ઓબેરોય તેનો સંબંધી છે જેને લઈ અલ્વા ત્યાં હોવાની શક્યતા ને લઈ સીસીબીની ટીમ મુંબઇમાં તેમના ઘરે પહોંચી હતી.
સેંડલવુડ ડ્રગ્સ કેસમાં કેટલાંય મોટા નામ બહાર આવી રહ્યા છે જેમાં એક નામ રાગિણી દ્વિવેદીનું પણ છે. આદિત્યના ઘરે પણ સીસીબી ટીમ પહેલાં દરોડા પાડી ચૂકી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
