કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકાએ કોવિડ-19ને લઇને ઉંચુ જોખમ ધરાવતા દેશોની યાદીમાં ફેરફાર કર્યો છે. નવી યાદીમાં ઘણા દેશોને હટાવવામાં આવ્યા છે, પરંતુ ભારત હજી પણ આ યાદીમાં શામેલ છે. તેનાં કારણે ભારતથી દક્ષિણ આફ્રિકા જનાર લોકો પર પ્રવાસ સંબંધી પ્રતિબંધો હજી પણ ચાલુ રહેશે. દક્ષિણ આફ્રિકાના ગૃહ મંત્રાલયે 19 ઓક્ટોબરે પોતાની નવી યાદી જારી કરી છે. જેમાં 22 દેશો શામેલ છે. દક્ષિણ આફ્રિકાની સંક્રમણનું ઉંચુ જોખમ ધરાવતા દેશોની યાદીમાં બાંગ્લાદેશ અને જર્મન પણ શામેલ છે.
તેની પૂર્વે ઓક્ટોબરની શરૂઆતમાં જારી કરેલ યાદીમાં 60 દેશોના નામ હતા. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે, અમે આ બાબતે સાવધ રહેવા ઇચ્છીયે છીએ કે કોરોના વાયરસની મહામારી હજી પણ આપણી વચ્ચે છે અને આપણે હજી પણ વધારે સાવધાનીઓ રાખવાની આવશ્યકતા છે. ઉંચુ જોધમ ધરાવતા દેશોની યાદીની સમીક્ષા આવી રીતે કરાઇ છે કે જીવ બચાવા અને આજીવિકા સુરક્ષિત રહેવાની વચ્ચે સંતુલન જળવાઇ રહે.
દક્ષિણ આફ્રિકામાં હાલ પાંચ સ્તરનું તબક્કાવાર લોકડાઉનનું પ્રથમ સ્તર લાગુ છે. નવી યાદીમાં યુરોપિયન યુનિયના દેશો બેલ્જિયમ, ઇટલી, નેધરલેન્ડ, સ્પેન અને ફ્રાન્સની સાથે-સાથે પેરુ, મેક્સિકો, કોલંબિયા, આર્જેન્ટિના અને ચિલી શામેલ છે. આ તમામ દેશ સંક્રમણની નવી લહેરથી ઝઝુમી રહ્યા છે અને ઘણા કડક નિયંત્રણો ફરી લાગુ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાની આ યાદીમાં બ્રિક્સ સમૂહના બ્રાઝિલ અને રશિયા પણ શામેલ છે. માત્ર ચીને એક એવો દેશ છે, જે દરેક કેટેગરીમાં પ્રવાસીઓને મોકલી શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરાના વાયરસની મહામારી ફેરવનાર પણ ચીન જ છે. નવી યાદીમાં ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ઇરાન, ઇરાક, અમેરિકા, બ્રિટન અને કેનેડા પણ શામેલ છે. અલબત આ દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. ઉંચુ જોખમ ધરાવતા દેશોના લોકો જે દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી છે, તેમાં પ્રોફેશનલ્સ, મહત્વપૂર્ણ સ્કીલ વીઝા ધારકો, રોકાણકારો અને રમત-ગમત, કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય મિશનમાં શામેલ લોકો છે.