નવી દિલ્હીઃ ભારત પણ પોતાની સૈન્ય સુરક્ષાને મજબૂત કરવા સતત પ્રયત્નશીલ છે અને આજે સુરક્ષા દ્રષ્ટીએ સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ભારત દ્વારા આજ રોજ સવારે રાજસ્થાનના પોખરણમાં નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનો ટેસ્ટ વોરહેડ પર કરવામાં આવ્યો હતો.રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા નિર્મિત આ સ્વદેશી મિસાઈલનું પરીક્ષણ પોખરણ રેન્જમાં ગુરુવાર સવારે 6.45 કલાકે કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નાગ મિસાઈલ સંપૂર્ણ રીતે દેશી છે, અને આ પ્રકારની તમામ મિસાઈલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે, નોધનીય છે કે DRDO તરફથી આ મિસાઈલનું સતત આ વર્ઝનનું અલગ-અલગ પ્રકારે પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ નાગ મિસાઇલના ઘણા સફળ પરિક્ષણ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, હાલ ભારત તેના પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે સરહદો મોરચે તણાવભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યુ છે.ચીન સાથે સંબંધો દિવસેને દિવસે વણસી રહ્યા છે.ચીને પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરવામાં કોઇ કસર છોડી નથી ત્યારે ભારત પણ પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શનનું કરીને કરીને પોતે કોઇ પણ રીતે વિશ્વના અન્ય દેશોની તુલનાએ પાછળ નથી તે દર્શાવવા પ્રયત્ન કરી રહ્યુ છે.