મુંબઇ માં નાગપાડા વિસ્તારમાં આવેલ સીટી સેન્ટરના મોલમાં ભયાનક આગ લાગતા ભારે ભાગદોડ મચી છે અને આગ લાગ્યા ના 10 કલાક બાદ પણ આગ ઉપર કાબૂ મેળવી શકાયો નથી. આ ઘટના બાદ આગ બુઝાવવા ની કામગીરી દરમ્યાન ફાયર ટીમના 2 જવાન પણ દાઝી ગયા હોવાના અહેવાલ છે. અહીં 20થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ની ટીમ કાર્યરત છે. મોડી રાત્રે એક દુકાનમાં લાગેલી આગે આખા સેન્ટર મોલ માં ફેલાઈ ગઈ હતી. અહીં પોલીસ અને ફાયર ટીમે સંયુક્ત રેસ્ક્યુ હાથ ધરી મોલમાંથી 300 લોકો ને બહાર કાઢ્યા હતા. આગ લાગી તે સમયે મોલમાં 200થી 300 લોકો હાજર હતા. મુંબઈ પોલીસ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓએ સુરક્ષિત તેમને બહાર કાઢ્યા છે. આગ ધીરે ધીરે મોલમાં ફેરવાઈ ગઈ છે મુંબઇના નાગપાડાના સીટી સેન્ટરના મોલમાં લાગેલી આગ ને લઈ આસપાસ ના વિસ્તારમાં ધુમાડા ના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે.
