કોરોના માં ઠપ્પ થઈ ગયેલા શૈક્ષણિક કાર્ય અને ઓનલાઈન શિક્ષણ વચ્ચે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તા 27થી 29 ઓક્ટોબર દરમિયાન યોજાશે. કોરોનાનો ફેલાવો નહીં થાય તે માટે શિક્ષણ બોર્ડે ઓનલાઇન એજ્ યુકેશન આપવા આદેશ ખાનગી શાળાઓએ કર્યો છે. ઓક્ટોબરમાં ફરી શિક્ષણ બોર્ડ ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની એકસ કસોટી લેવા જઈ રહી છે. જે પરીક્ષા આગામી 27થી 29 ઓક્ટોબરે યોજાશે. ધોરણ-3 અને 4માં પર્યાવરણ વિષયની, ધોરણ-5માં પર્યાવરણ અને ગણિત વિષયની તથા ધોરણ-6થી 8માં ગણિત, વિજ્ઞાન અને સમાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાશે. શાળાએ વિદ્યાર્થીઓના વાલીઓને પ્રશ્નપત્ર 26 ઓક્ટોબર સુધીમાં પહોંચાડવાના રહેશે. વાલીઓએ ઉત્તરવહી 5 નવેમ્બર સુધીમાં શાળાને પહોંચાડવા માટે જણાવાયું હોવાની માહિતી જાણવા મળી છે.
