દેશ વિદેશ માં ખુબજ નામ છે તે રૂપાલની પલ્લીનો મેળો ચાલુ વર્ષે નહીં યોજાય તેવી તંત્ર દ્વારા અગાઉ જહેરાત થયા બાદ હવે પલ્લી નીકળશે તેવા અહેવાલ છે.
વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી પુરી શકયતા જોવા મળી રહી છે. રૂપાલમાં વરદાયિની માતાજી ની પલ્લી નીકળશે તેવી વાત સામે આવતા શ્રદ્ધાળુઓ માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ હજુ સુધી તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત થઈ નથી. જોકે,પરંપરા ન તૂટે તે માટે ગ્રામજનોએ સીમિત શ્રદ્ધાળુઓ સાથે પલ્લી નીકળવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. કોરોના ગાઈડલાઈન્સ સાથે સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે પલ્લી ગામ લોકો સાથે નિયત રૂટ સાથે નીકળશે તેમ મનાઈ રહ્યું છે. માતાજીને ઘી ચઢાવામાં આવે ત્યારે ગામમાં ધીની નદીઓ વહેતી હોય છે. પરંતુ કોરોનાની ગાઈડલાઈન સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે નિયત રૂટ પર પલ્લી નીકળે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે અનેનિયત રૂટ સાથે સોસિયલ ડિસ્ટન્સના પાલન સાથે ગામના તમામ રસ્તા બંધ કરી માત્ર ગામ લોકોની સિમિત સંખ્યામાં પલ્લી નીકળે તેવું આયોજન થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે જગવિખ્યાત રૂપાલ વરદાયિની માતાજીની પલ્લી નીકળે છે અને ઘીની નદીઓ વહે છે તેવે સમયે પ્રાચીન હજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર નીકળે તેવું આયોજન થઈ રહ્યું છે જે અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
