ડીઝલ-પેટ્રોલ ના ભાવો વધ્યા બાદ હવે તહેવારો ની મૌસમ માં જ સીંગતેલ સહિત ના ખાદ્ય તેલો ના ભાવ માં વધારો થયા ની કળ વળે તે પહેલાં જ હવે બટેટા અને ડુંગળીના ભાવ પણ વધી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, બટાટા અને ડુંગરી ના ભાવ વધારા માટે ભારે વરસાદ નું કારણ આગળ કરી પાક નિષ્ફળ ગયા ની વાત કરાઇ રહી છે . બીજી તરફ મોટા વેપારીઓની સંગ્રહખોરીના કારણે બટેટા અને ડુંગળીના ભાવમાં વધારો થયો હોવાની વાત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. આવક ઓછી અને ડિમાન્ડ વધુ હોવાથી હાલ ડુંગળી અને બટાટાના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેથી બટેટાના ભાવ 50 રૂપિયા અને ડુંગળી 80થી 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.તહેવારોની સિઝનમાં નવરાત્રિના ફળાહારમાં બટેટાનું ચલણ વધુ હોય છે ત્યારે ભાવ આસમાને પહોચતા લોકો હવે કઠોળ તરફ વળ્યાં છે જેમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે
