હાલ કોરોના ની હાડમારી માં ખાનગી કંપની વાળા બોનસ ની વાત તો દૂર પગાર પણ આપવામાં ગલ્લા ટલ્લા કરી રહ્યા છે અને માત્ર પોતાનું હિત વિચારી કર્મચારીઓ ને કામ કરાવી લઈ પગાર પણ આપતા નથી તેવા સમયે સરકારી નોકરી કરતા પરિવારો ના ઘર માં નવરાત્રી અને દિવાળી ની ખરીદી નીકળી છે.
હાલ માં જ રેલવેના સી અને ડી શ્રેણીના કર્મચારીઓની માંગણીને ધ્યાને લઇ રેલવે દ્વારા સુરત સહિત દેશભરના રેલવે કર્મચારીઓને પ્રોડક્ટિવિટી લિંક બોનસ આપવામાં આવનાર છે. જેમાં માત્ર સુરતના જ 1800 કર્મચારીઓને 17,950 રૂપિયા બોનસનો લાભ મળશે. સુરત અને ઉધનાના રેલવે કર્મચારીઓએ બોનસની જાહેરાત થતા એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.ઓલ ઇન્ડિયા રેલવે મેઁસ ફેડરેશન અને નેશનલ ફેડરેશન ફોર ઇન્ડિયન રેલવે મેઁસની બોનસ અંગેની માંગણી બુધવારે રેલવે મંત્રાલયે સ્વીકારી લીધી અને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ હતી. જેને પગલે રેલવેના દેશભરના 11.50 લાખ કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. ડબ્લ્યુ.આર.ઇ.યુ સુરતના ચેરમેન સંજય ઝાએ જણાવ્યું હતું કે, સુરતમાં પણ રેલવેના 1800 કર્મચારીઓને લાભ મળશે. સુરત અને ઉધના રેલવે સેક્શનમાં કામ કરતા રેલવેના સી અને ડી શ્રેણીના 1800 કર્મચારીઓને 78 દિવસના હિસાબથી 17,950 રૂપિયા પ્રોડક્ટિવિટી લિંક બોનસ મળશે. જે એમના એકાઉન્ટમાં દશેરા સુધીમાં જમા થઈ જશે.આમ સરકારી કર્મચારીઓ તે પછી કેન્દ્ર માં હોય કે ગુજરાત ગવર્મેન્ટ માં હોય તેવા કર્મચારીઓને પગાર અને પેન્સન તેમજ ભથ્થા નો લાભ મળે છે અને પોતાના સપનાઓ પૂર્ણ કરી શકે છે ત્યારે બીજીતરફ ખાનગી નોકરી કરી માત્ર શેઠિયા ઉપર નિર્ભર કર્મચારીઓ ની હાલત દયનિય બની હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.
