કોરોના નો બીજો તબક્કો શરૂ થવાની દહેશત વચ્ચે દેશ માં કોરોના ની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન કરવા સૂચનાઓ અપાઈ રહી છે કારણ કે યુરોપ માં બીજા તબક્કા નો કોરોના દેખાતા હવે કેટલીક જગ્યાએ ફરીથી લોકડાઉન ની સ્થિતિ ઊભી થઈ છે તેવે સમયે ભારત માં પણ લોકો ને સાવચેત રહેલા પીએમ મોદીએ અપીલ કરી છે ત્યારે વલસાડ ના તિથલ બીચ ઉપર સહેલાણીઓ માટે ખુલ્લો મુક્યા બાદ સહેલાણીઓ મોટી સંખ્યા માં તિથલ બીચ ઉપર આવી રહ્યા છે તેવે સમયે સંક્રમણ નો ભય ઉભો થતા સહેલાણીઓમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે તિથલ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા બીચ પર કોવિડના નિયમોની ગાઈડ લાઇન પાળવા જાગૃતિ માટે બેનરો લગાવાયા છે. જેમાં દરિયામાં સ્નાન ન કરવા અને બીચ પર સહેલાણીઓએ ફરજીયાત માસ્ક પહેવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા જણાવાયુ છે અન્યથા દંડ ની જોગવાઈ કરવામાં આવી છે. કોરોના ની મહામારી વચ્ચે દરિયામાં સ્નાન કરતા અને માસ્ક વગર સાહેલગાહ માણતા સહેલાણીઓને 500નો દંડ ની વસુલાત કરવા હવે તંત્ર સાબધું બન્યું છે. તેથી તમે જો તિથલ દરિયા માં નહાવા ની મોજ માટે જવાનો પ્લાન કરતા હોય તો આ વાત ખાસ ધ્યાન રાખજો.
