કોરોના ની હાડમારી ના કારણે સુરત ના પાર્લે પોઈન્ટ ખાતે આવેલ પ્રસિધ્ધ માં અંબા નું ધામ અંબિકાનિકેતન મંદિર નવરાત્રિમાં દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું જોકે, મંદિર માં પૂજા અને યજ્ઞ ચાલુ રહ્યા હતા પણ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ભક્તો ને મંદિર માં પ્રવેશ અપાયો ન હતો માટે અને મંદિર માં જ બહાર પ્રોજેક્ટર મૂકી ઓનલાઈન દર્શનનો ભક્તો લાભ લઈ રહ્યા છે. આજે આઠમ હોવાથી 56 ભોગ અને યજ્ઞ નો ભાવિકો એ ઓન લાઇન દર્શન નો લાભ લીધો હતો.
પાર્લે પોઈન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિર નવરાત્રિમાં દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. જોકે, નિત્યપૂજા અને ઓનલાઈન દર્શન ચાલુ રાખવામાં આવ્યા છે. સુરતમાં ભક્તોથી ઉભરાતા મંદિરો બંધ રહ્યાં હોય તેવો ઇતિહાસ છેલ્લી કેટલીક સદીઓમાં પ્રથમવાર આ વર્ષે થયો છે. અંબિકાનિકેતન મંદિરમાં આજે આઠમનો 56 ભોગ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આ 56 ભોગનો ભક્તોએ ઓનલાઈન અને પ્રોજેક્ટર પર દર્શન કર્યા હતા.
