રાજ્યભરમાં દશેરા નું પહેલું એવું પર્વ છે જ્યાં ફાફડા-જલેબી માટે સવારથી જોવા મળતી લોકો ની ભીડ ગાયબ હતી અને કેટલાક વિસ્તારો બાદ કરતાં જાણીતા સ્થળો અને સ્ટોલ ઉપર છૂટી છવાઈ ઘરાકી જોવા મળી હતી.
કોરોનાના કારણે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં રાવણદહનનો કાર્યક્રમ કરવામાં આવશે નહીં.આજે સવારે નોમ અને બપોરે દશેરા નો સંયોગ છે , આગલા દિવસે આઠમ-નોમ નો સંયુક્ત યોગ વચ્ચે
દર વર્ષે દશેરા ના દિવસે ફાફડા માં ખાસ ખરીદી જોવા મળી ન હતી લોકો માત્ર ફોરમાલિટી ખાતર થોડી ખરીદી કરી હતી લોકો માં ઉધરસ થવાનો ભય જણાતો હતો વેપારીઓ ના જણાવ્યા મુજબ અગાઉ ના વર્ષો માં દશેરા ના ચારથી પાંચ દિવસ અગાઉ જ ફરસાણની દુકાનો પર પોતાનો ઓર્ડર બુક થઈ જતા હતા. જેથી દશેરાના દિવસે લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે પરંતુ ચાલુ વર્ષે કોરોના ને લીધે લોકોએ ફાફડાનું બુકિંગ ગત વર્ષની સરખામણીમાં ઘણું 50 ટકા ઓછું થયું છે. કેટલાક ફરસાણ વિક્રેતાઓ જણાવી રહ્યા છે.કોરોના મહામારીને લીધે ચાલુ વર્ષે નવરાત્રીના મોટા આયોજનો થયા નથી અને અગાઉના સમયમાં લોકો ભેગા મળીને દશેરાની ઉજવણી કરતાં હતા પરિણામે ફાફડા જલેબી ના ઓર્ડર મળતા હતા અને સારું એવું વેચાણ થતું હતું પણ ચાલુ વર્ષે સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય એવા હેતુથી રોક લગાવવામાં આવતા તેની અસર ફાફડા જલેબીના મોટા ઓર્ડરો ફરસાણ ઉપર પડતા વિક્રેતાઓને ઓર્ડર મળીશક્યા નથી. ત્યારે ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે ફાફડા જલેબીના દશેરાના એક દિવસ અગાઉ બુકિંગમાં મોટો 50 ટકાનો ઘટાડો સ્પષ્ટ પણે જણાઈ આવે છે. તો બીજી તરફ લોકોમાં હજુ કોરોનાથી સંક્રમિત થવાનો ભય રહેલો હોવાને લીધે પણ બહારની વસ્તુ ખાવાનું ટાળી રહ્યા છે.જેથી તહેવારોની સિઝન હોવા છતાં પણ હોટલો કે ખાણી પીણીની દુકાનો પર ગ્રાહકોની ખાસ ભીડ દેખાતી નથી.
ગત વર્ષે દશેરાના દિવસ અગાઉથી જ ફાફડા જલેબીના બુકિંગ આવતા હતા, જ્યારે ચાલુ વર્ષે જાહેર કાર્યક્રમો પણ બંધ રહેવાથી એકદમ ઓછા ઓર્ડરો નોંધાયા છે ગત વર્ષની સરખામણી માં કેટલીક દુકાનો માં દશેરાને આગલે દિવસે જે 85 થી 90 કિલો ફાફડાના ઓર્ડર નોંધતા હતા ત્યાં ચાલુ વર્ષે માત્ર 18 થી 20 કિલોના ઓર્ડર મળ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
