રાજ્ય માં સવાર ના સમયે હવે ફુલગુલાબી ઠંડી નો આહલાદક અનુભવ થઈ રહ્યો છે લોકો વહેલી સવારે ઉઠીને માસ્ક લગાવી જોગિંગ અને વોકિંગ માટે નીકળી પડે છે અને ખુશનુમા સવાર ના કુદરતી આહલાદક વાતાવરણ ને માણી રહ્યા છે. વિતેલા 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાનમાં 4.4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇશાની પવન ફૂંકાવાના કારણે હવે ઠંડીની અસર વરતાવા માંડી છે અને આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના છે. સવારે આકરી ગરમી બાદ સમી સાંજથી ધીરેધીરે ઠંડીનું પ્રમાણ વધતાં લોકોને ગરમીથી રાહત મળી છે. શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 78 ટકા અને સાંજે 55 ટકા નોંધાયું હતું. હાલમાં ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશની ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ દરિયાઇ સપાટીથી 3.6 કિમી ઉપર બની હોવાનું હવામાન વિભાગ ના સૂત્રો જણાવી રહ્યા છે.
હાલ તો ભાદરવા મહિના ની આકરી ગરમી નો અનુભવ કરનાર લોકો શિયાળામાં હળવી ઠંડી ની મજા લઈ રહ્યા છે.
