આજકાલ નાની બાળાઓ ઘર માંજ સુરક્ષિત નથી અને ઘરના સભ્યો અને ઓળખીતા જ આવી બાળાઓ ને પોતાની હવસ નો શિકાર બનાવે છે. આવોજ એક કિસ્સો સુરત માં પ્રકાશ માં આવ્યો છે.
સચિન GIDC વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 15 વર્ષીય સગીરાને પારિવારિક સબંધ ધરાવતા પુખરાજસિંહ ઉર્ફે ભીમ કમલસિંહ બધેલ નામના હવસખોર ઇસમે માસૂમ ને પીંખી નાખી હતી, આ ઈસમ નાની ફૂલ જેવી નાદાન બાળા ને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને પરિવારના સભ્યો જ્યારે ઘરમાં હાજર ન હોય ત્યારે પુખરાજ ઘરે આવતો હતો અને એકલતાનો લાભ લઇ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો. આ બાબતથી પરિવારના સભ્યો અજાણ હતા. પરંતુ સગીરાને છેલ્લા બે મહિનાથી માસિક ન આવતા માતાને જાણ કરી હતી. જેથી તબીબી તપાસ માટે સગીરાને નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જયાં મેડિકલ ચેકઅપમાં સગીરાને બે માસને ગર્ભ હોવાનું સામે આવતાં પરિવારજનો ચોંકી ગયા હતા.
સગીરાએ પુખરાજસિંહનું નામ આપતાં ફરિયાદ કરાઈ
ગર્ભ અંગે સગીરાની પરિવારે પૂછપરછ કરતાં તેણીએ પુખરાજસિંહનું નામ આપ્યું હતું.પુખરાજસિંહ પરિવારજનોની ગેરહાજરીમાં ઘરે આવીને શું કરતો તે સમગ્ર હકીકત સગીરાએ પરિવારજનોને કહી હતી. જેથી પરિવારના સભ્યોએ પુખરાજસિંહને પૂછતા તેણે દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી હતી. જેને પગલે સગીરાની માતાએ પુખરાજસિંહ વિરૂધ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આમ નજીક ના ઓળખીતાઓ ને ઘરે નહિ લાવવા નો જમાનો આવી ગયો છે.
