આજે દેશભરમાં દશેરા પર્વ મનાવાઈ રહ્યું છે અને શસ્ત્ર પૂજન સહિત ના પારંપારિક આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથક નાગપુર ખાતે પણ શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંઘના વડા મોહન ભાગવતે ચીન ની દાદાગીરી સામે ભારતે જે આક્રમક વલણ ચાલુ રાખ્યું તે બદલ પીએમ મોદી ની સરાહના કરી હતી પણ સાથેસાથે ચીનના બેવડા વલણથી સાવચેત રહેવા પણ ટકોર કરી હતી. ચીન પર નિશાન સાંધતા મોહન ભાગવતે કહ્યું કે આપણે શાંત રહીએ છીએ તેનો મતલબ એ નથી કે આપણે દુર્બળ છીએ. એ વાતનો અહેસાસ તો હવે ચીનને પણ થઇ ગયો છે. પરંતુ એવું નથી કે ત્યારબાદ આપણે બેદરકાર થઇ જઇએ. આવા ખતરાઓ પર નજર બનાવી રાખવી પડશે. મોહન ભાગવતે કહ્યું કે આપણે બધાની સાથે મિત્રતા ઇચ્છીએ છીએ. તે આપણો સ્વભાવ છે. પરંતુ આપણી સદ્ભાવનાને દુર્બળતા માનીને પોતાના બળ પ્રયોગ કરવા જાય તો તેને જવાબ આપવો પડે અને સાવધાની રાખવી પડે.
શસ્ત્ર પૂજન કાર્યક્રમ માં મોટી સંખ્યા માં અગ્રણીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી.
