ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને માજી સાંસદ મહેશ કુમારનું આજે 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે દુઃખદ નિધન થયું હતું. તેઓ ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કોનડિયાના મોટાભાઈ હતા. છેલ્લા ઘણાજ સમય થી તેઓ બીમાર હતા.
મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા. બીજી તરફ નરેશ કનોડિયા પણ કોરોના પોઝિટિવ થતાં યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.
નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ નરેશ કનોડિયા હાલ સારવાર ઉપર છે ત્યારે તેમના મોટાભાઈ મહેશ કનોડિયા નું નિધન થતા તેમના ચાહકો અને પરિવાર માં શોક ની લાગણી જન્મી છે.
