ગાંધીનગર નજીક રૂપાલ ખાતે ખુજબ જુના સમય થી નવરાત્રિ પર્વ દરમિયાન માં વરદાયીની માતાની પલ્લી યોજાય છે પણ ચાલુ વર્ષે કોરોના ને લઈ સરકારે અને તંત્રએ પરમિશન આપી નહોતી પરંતુ રૂપાલ ગામ ખાતે 5000 વર્ષથી ચાલી આવતી ઐતિહાસિક પલ્લી ની પરંપરા જળવાઈ રહે તે માટે માત્ર ઔપચારિકતા ખાતર થોડા માણસો સાથે પલ્લી નું આયોજન થયું હતું . પાંડવોના સમયથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ દર વર્ષે આસો સુદ નોમના દિવસે પલ્લી ભરાય છે. દર વર્ષે પલ્લીમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને લઈને રાજ્ય સરકાર પરમિશન આપી નહોતી. પરંતુ રૂપાલ ગામના ગ્રામજની લાગણી ને ધ્યાને લઇ ઔપચારિક રીતે માત્ર 45 મિનિટમાં ગામના 151 લોકોને હાજરીમાં મા વરદાયિની માતાની પલ્લી યોજાઈ હતી.જેમાં કોઈ બહાર ના ભાવિકો ને પ્રવેશ અપાયો ન હતો અને ઘી સાથે બહાર ના કોઈ ભાવિકો ને પ્રવેશ અપાયો ન હતો
