બાળ મજૂરી રોકવા માટે સરકાર ના અભિયાન નો ફિયાસ્કો
એક તરફ સરકાર બાળ મજૂરી રોકવા અને ગરીબ બાળકો ની કારકિર્દી બનાવવા ગરીબ પરિવારો માટે કરોડો ની યોજનાઓ બનાવી રહી છે અને આવા કંપેઈન ચલાવી મીડિયા માં ફોટો સેશન કરાવી રહી છે ત્યારે સરકાર ના આ દાવાઓ કેટલા પોકળ છે તેની પોલ વલસાડ માં ખુલી પડી ગઈ છે અને તે પણ સરકારી કામો માં બાળકો નો ઉપયોગ કરાતો હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશ માં આવતા ભારે સનસનાટી મચી ગઇ છે.
વલસાડ શહેર માં હાલ જાહેર રોડ પહોળા કરવાનું સરકારી કામ ચાલી રહ્યું છે અને તે પણ જાહેર માર્ગ એવા તિથિલરોડ ઉપર કે જ્યાં બાળ મજૂરો ને કામે લગાવામાં આવ્યાં છે નવાઈ ની વાત તો એ છે કે તિથલ બીચ હમણાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુક્યો હોઈ અહીં થી વલસાડ બહાર ના અનેક પ્રવાસીઓ પસાર થઈ રહ્યા છે ત્યારે અહીં આ રીતે કામ કરતા બાળકો વિવાદ નું કેન્દ્ર બન્યા છે. જોકે, સત્યડે ની ટીમે બાળ મજૂર અંગે ઉપસ્થિત જવાબદાર ને પૂછતાં તેણે બધાના આધારકાર્ડ હોવાની વાત કરી ત્યાંથી છટકી ગયો હતો અને થોડીજ વાર માં બાળ મજૂરો ને ત્યાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા ત્યારે સવાલ એ છે કે જો પુખ્ત ઉંમર ના હોય તો શા માટે આ નાની ઉંમર ના મજૂરો ને ત્યાંથી હઠાવી લેવાયા તે વાત શંકા ઉપજાવી રહી છે ત્યારે આધાર કાર્ડ માં પણ ચેડાં થયા છે કે કેમ? અને કઈ એજન્સી દ્વારા આધાર કાર્ડ બનાવાયા તે પણ તપાસ નો મુદ્દો છે. તિથિલરોડ ઉપર હાલ જે કામ ચાલી રહ્યું છે તે રોયલ ટેકનો નામની કંપની નો કોન્ટ્રાક્ટ હોવાની વાત સામે આવી છે અને વલસાડ તિથલ રોડ પર હાલ જે કામ ચાલી રહ્યું છે ત્યાં બાળ મજૂરો ને કામે લગાડવામાં આવ્યા હોવાનું જણાઈ આવે છે.
બીજું કે આ કામ કરાવનાર મુકાદમ ને બાળકોના આધાર માહિતી અંગે પૂછતાં તેઓ ગોળ ગોળ જવાબ આપી મીડિયા થી બચવાની કોશિશ કરતો હતો, જોકે સત્ય ડે ના કેમેરા માં બાળ મજૂરો કામ કરતા કેદ થયા બાદ તેઓએ બાળકો ને સ્થળ પર થી હટાવી દીધા હતા અને બાળકોના કોઈ આધાર પુરાવા આપ્યા ન હતા આમ એક તરફ સરકાર બાળ મજૂરી નાબૂદ કરવા મોટી મોટી જાહેરાતો કરી રહી છે અને જાહેર માર્ગો ઉપર સરકારી કામો માં જ બાળકો નો ઉપયોગ કરાતો હોવાની હકીકત પ્રકાશ માં આવી છે.