તહેવારો આવી રહ્યા છે રાજકોટ ના બજાર માં તેજી નો માહોલ છે ખેડૂતો નો પાક પણ તૈયાર થઈ ગયો છે ત્યારે હાલ મગફળી લઈને ખેડૂતો રાજકોટ તરફ જઈ રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં આજથી 22 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ જતા ધમધમાટ જોવા મળ્યો હતો. એક ખરીદી કેન્દ્ર પર સાત કર્મચારી મૂકવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 97 હજાર ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રથમ તબક્કે 20-20 ખેડૂતને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરળતા રહે એ માટે દરેક ખેડૂતને એસએમએસથી જાણ કરવામાં આવશે. આમ અગાઉ થી જે ખેડૂતો ને જાણ કરાઈ છે તેવા વારા પ્રમાણે ખેડૂતો રાજકોટ આવી રહ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
