આગાઉ ફારૂક અબ્દુલા એ કાશ્મીરમાં લાગેલી 370 કલમ હઠાવવા માટે ચીન ની મદદ લેવાની વાત ના પ્રત્યાઘાત શમે તે પહેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના તિરંગા વાળા નિવેદનને લઈને ભારે હોબાળો મચ્યો છે અને મહેબૂબા નું કહેવું છે કે કાશ્મીર અલગ પ્રદેશ છે અને તેનો ઝંડો નહિ ફરકે ત્યાં સુધી તિરંગા ને સ્થાન નથી મહેબૂબાના આ નિવેદન નો બીજેપી દ્વારા વિરોધ કરતા હવે મામલો ગરમ બન્યો છે ભાજપ શ્રીનગરના કુપવાડા સુધી તિરંગા યાત્રા અને આજે સોમવારે કુપવાડાના ભાજપના કાર્યકર્તા શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક પહોંચ્યા અને તિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભાજપના ચાર કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.ઉલ્લેખનિય છે કે અગાઉ મહેબુબા મુફ્તીએ કહ્યું હતુ કે જ્યાં સુધી કાશ્મીરમાં ફરી 370 નથી લાગતી ત્યાં સુધી જમ્મુ કાશ્મીરનો ઝંડો પાછો નથી મળી જતો ત્યાં સુધી તિરંગો નહીં પકડે તેને લઈ દેશભરમાં વિવાદ ઉઠ્યો છે કેમકે કાશ્મીર ભારત નો એક ભાગ હોવા છતાં ફારૂક અને મહેબૂબા તે માનવા તૈયાર થતા નથી. દેશ ના અન્ય રજવાડા ભળી ગયે વરસો વીતી ગયા અને અહીં કેટલીક ટેકનિકલ વાતો ને આગળ કરી ભારત થી અલગ પ્રદેશ ની વાત કરી રહ્યા છે.
