અમદાવાદ થી કેવડિયા રૂટ ઉપર દોડનારું સી-પ્લેન 50 વર્ષ જૂનું હોવાની વિગતો સામે આવતા ગુજરાતીઓ માં આ મુદ્દે ભારે ચર્ચા ઉઠી હતી.
આ સી-પ્લેન નો રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC છે, આ પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. વિવિધ એરક્રાફ્ટનાં નિર્માણ અને વેચાણ અંગેની માહિતી રાખતી વેબસાઇટ www.airport-data.com અનુસાર ટ્વિન ઓટ્ટર 300 મોડેલનું આ પ્લેન ડે હેવિલેન્ડ કેનેડા કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયું હતું. ત્યાર બાદ એની પ્રથમ ડિલિવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને 27 જુલાઇ 1971માં અપાઈ હતી. ત્યાર બાદ આ પ્લેન ના અત્યારસુધી માં અનેક માલિકો બદલાઈ ચુક્યા છે. હાલમાં એનું રજિસ્ટ્રેશન માલદીવિયન (એરલાઇન) પાસે છે.
હાલ માં ઉડાન સ્કીમ હેઠળ ઉડાન ભરનાર આ ફ્લાઇટે ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ નું ધ્યાન ખેંચ્યું છે પણ ખુબજ જૂનું હોવાછતાં તેને યોગ્ય મેન્ટેન કરાતા કોઈ દાયકાઓ સુધી કોઈ વાંધો આવતો નહિ હોવાનું જાણકારો નું કહેવું છે.
