વલસાડની શાહ કે. એમ. લો કોલેજ ની એક ઘટના એ ભારે ખળભળાટ મચાવ્યો છે અહીં બે મહિલા પ્રોફેસરે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. સંજય મણિયાર સામે જાતિય સતામણીની ફરિયાદ યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇનેે કરતા ભારે ચકચાર મચી ગઇ છે. ફરિયાદમાં આ મહિલા પ્રોફેસરો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે જેમાં અમે કોલેજમાં લેકચર લેતા હોય તે સમયે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કેમેરાથી અમારા શરીરનો પાછળનો ભાગ ફૂલ ડિસ્પેલમાં ઝૂમ કરી ખરાબ નજરે જોતા હોય છે. બીજી તરફ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે કે મહિલા પ્રોફેસર એબીવીપીનાં લીડર છે અને બદલો લેવા ખોટી ફરિયાદ કરી રહ્યાં છે. મહિલા પ્રોફેસરની ફરિયાદ મુજબ, લેકચર લેતા પહેલા કે પછી વોશરૂમ જઇએ તો તે પણ તેઓ કેમેરાથી ઝૂમ કરીને જોતા હોય છે. કેટલીકવાર પટ્ટાવાળાને પાછળ મોકલે છે. કોઈવાર માસિક સમયમાં હોય અને વોશરૂમમાં સમય લાગી જાય તો ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ઓફિસમાં બોલાવીને ખુલાસો માંગે કે વોશરૂમમાં શું કરતા હતા? આટલી વાર કેમ લાગી?
એક પત્ર મામલે ખબર નહિ પડતા ઇન્ચાર્જ પ્રિન્સિપાલને પુછતાં તેમણે કહ્યું કે બે છોકરાની માતા બનતા આવડે છે તો પત્ર ક્યાં આપવાનો તે નથી આવડતું. ઘણી વાર અમને શરદી-ઉધરસ આવે તો દારૂ પીવાનું રાખો, તેવું કહી અસભ્ય ભાષા પ્રયોગ કરે છે. સ્ત્રી કમાય તો તેનો ધણી ઘરમાં પડયો રહે અને તાડી એટલે કે દારૂ પીવે છે, સ્ત્રી કમાય તો સાત ડ્રેસ નવા લાવે અને પરૂષો કમાય તો સાત ઘર ચલવે, ઘરમાં કમાવવાનું કામ પૂરૂષનું છે સ્ત્રીનું કામ તો રોટલા અને બાળકોને જન્મ આપવાનું છે. તમે અમારા કહ્યામાં નથી તમારો રિપોર્ટ નેગેટિવ બનાવીશ તો નોકરી મૂકવાનો વારો આવશે. આમ કહી ટોર્ચર કરવા મામલે પ્રીન્સીલાલ વિરુદ્ધ ઉપર ફરિયાદ થતા કમિટી તપાસ કરશે.
આ મામલો કોલેજ કેમ્પસ માં ભારે ચર્ચા નો મુદ્દો બન્યો છે.
