ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા નું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હત આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા એ તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી પણ આખરે નરેશ કનોડિયા જિંદગી હારી ગયા હતા. નોંધનીય છે કે આ પહેલા તેમના મોટાભાઈ મહેશ કનોડિયા એ પણ આ ફાની દુનિયા ને અલવિદા કરી દીધું હતું આમ એકસાથે બન્ને ભાઈઓ નું અવસાન થતાં તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.
