બિહારના મુંગેરમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન સર્જાયેલી હિંસક અથડામણ માં ફાયરિંગ થતા એક યુવાન નું મોત થવા સાથે અનેક લોકો અને પોલીસ જવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા.
પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ અહીંના પંડિત દિનદયાલ ચોકની પાસે શંકરપુરના મૂર્તિ વિસર્જન માટે પોલીસ બંદોબસ્ત માં હતા તે દરમિયાન પોલીસ અને સ્થાનીક લોકો વચ્ચે રકઝક થતા બબાલ થઈ ત્યારે જ કોઈએ ફાયરિંગ કરતા 18 વર્ષીય અનુરાગ કુમારનુ સ્થળ પર જ મોત થયું હતુ. ફાયરિંગમાં અન્ય 5 લોકો ઘાયલ થાય હતા. મુંગેરના ડીએમ રાજેશ મીણાએ કહ્યું કે દુર્ગા પૂજા વિસર્જનમાં અસામાજિક તત્વો એ કરેલા ફાયરિંગમાં અનેક પોલીસ કર્મી ઘાયલ થયા છે અને 1નું મોત થયું છે. આ ઘટના માં પીઆઈ સહિત 17 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે.કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે ફ્લેગ માર્ચ કર્યુ હતુ અને હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. લોકોને અફવાઓ પર ધ્યાન ન દેવા અપીલ કરાઈ રહી છે. પોલીસે 100 થી વધારે લોકોની અટકાયત કરી છે. પોલીસે 3 દેશી કટ્ટા અને 12 ખોખા જપ્ત કર્યા છે. અસામાજિક તત્વોએ 12 રાઉન્ડ ફાયરિંગ કરી અફડા તફડી મચાવી હતી અને અથડામણ સર્જાઈ હતી.
