નવી દિલ્હીઃ ભારતમાં તહેવારોની મૌસમ શરૂ થઇ ચૂકી છે અને તમામ ઓટો કંપનીઓ પોતાનું વેચાણ વધારવા સજ્જ થઇ ગઇ છે. જ્યાં એક બાજુ કેટલીક કંપનીઓ વાહનો ઉપર જંગી ડિસ્કાઉન્ટ આપી રહી છે, તો બીજીબાજુ લોકો જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓછા ઇએમઆઇ અને 100 ટકા લોનની સુવિધા સાથે ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરી રહી છે. જો તમે પણ આ દિવાળીમાં લેટેસ્ટ અને વધારે માઇલેજવાળી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તમારી માટે TVS Sportની આ ખાસ ઓફર એકદમ બેસ્ટ રહેશે.
શુ છે ઓફરઃ TVS Sport ભારતની સૌથી વધુ માઇલેજ આપતી બાઇક છે, તાજેતમાં જ તેણે ઓન-રોડ પ્રતિલિટર 110.12 કિમીની માઇલેજ સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. જો તમે આ બાઇક ખરીદી વિચારી રહ્યા છો તો કંપની તેની ઉપર 11,111 રૂપિયાના ડાઉનપેમેન્ટ સાથે 100 ટકા લોનની સુવિધા અને 1555 રૂપિયાના મંથલી ઇએમઆઇનો વિકલ્પ પણ આપી રહી છે.
જાણો તેની કિંમતઃ વર્તમાનમાં TVS Sportની કિક-સ્ટાર્ટ વર્જનની કિંમત 54,850 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે તેનું સેલ્ફ સ્ટાર્ડ વેરિયન્ટ 61,525 રૂપિયા એક્સ-શોરૂમ દિલ્હીની પ્રાઇસમાં ઉપલબ્ધ છે. આ બાઇકને બીએસ6 સ્ટાન્ડર્ડ અનુરૂપ ચાલુ વર્ષની આરંભમાં શરૂ લોન્ચ કરાઇ હતી.
90kmphની છે ટોપ સ્પીડઃ BS6 ટીવીએક સ્પોર્ટમાં 109.7ccના સિંગલ સિલેન્ડર એર-કુલ્ડ ફ્યુઅલ ઇન્જેક્ટ એન્જિન આવે છે, જે 8.29PSના પાવર અને 8.7Nmની ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 4-સ્પીડ ગિયરબોક્સથી સજજ કરાયુ છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેની ટોપ સ્પીડ 90kmphની છે.
ડિઝાઇનઃ TVS Sportની ડિઝાઇન ઘણી ટ્રેડિશનલ છે, તેમાં એલઇડી હેડલાઇટ, ડિજિટલ કન્સોલ અથવા પેનલ અને કોઇ ડિસ્ક બ્રેક નથી. છતા લોકો તેને પસંદ કરી રહ્યા છે. અલબત તેમાં એલઇડી બિટ્સ ડીઆરએલ, ક્લસ્ટરમાં એક એનાલોગ સ્પીડોમીટર, ઓડોમીટર અને એન્જિન ગેજ શામેલ છે.