ડાકોર રણછોડરાય મંદિર ના પૂજારી વારસદાર નો પુત્ર દમણ ફરવા ગયા બાદ પરત આવતી વખતે રૂ 9 હજારની કિંમતની ચાર બોટલ દારૂ સાથે ઝડપાઇ ગયો છે.
પોલીસે દારૂ સાથે 7 લાખની કાર પણ કબજે લીધી હતી વલસાડ જિલ્લા ના પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ દમણથી આવતી કાર અટકાવી તલાશી લેતા કારમાંથી દારૂની ટીચર્સ, પાસપોર્ટ સ્કોચ, બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઈટની 4 બોટલ મળી હતી. કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ની ધરપકડ કરી હતી પાર્થ ડાકોર ખાતે આવેલા રણછોડરાય મંદિરનો પૂજારી પરિવાર માંથી હોવાની વિગત બહાર આવી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પાર્થ દમણ મોજ માણવા આવ્યો હતો અને વળતા દારૂ લઈ જતી વખતે ઝડપાઇ ગયો હતો, આરોપી પાર્થ ડાકોરના મંદિરમાં ભોજનાલયનો કોન્ટ્રાક્ટ ધરાવે છે
પાર્થ ખંભોળજા ડાકોરના રણછોડરાય મંદિરના વારસદાર સેવક પરિવારનો પુત્ર છે. તેના પિતા ડાકોર મંદિરમાં કિર્તનકાર છે. પાર્થ ડાકોર રણછોડરાય ભોજનાલય પણ કોન્ટ્રાક્ટ પધ્ધતિએ ચલાવે છે. જોકે, આ બાબતે મંદિર કમિટી સાથે વિવાદ પણ હોવાની ચર્ચા છે. આમ મંદિર પરિવાર નો પુત્ર દારૂ સાથે ઝડપાતા ચકચાર ફેલાઈ હતી.
