નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ધીમો પડ્યો હોવાનું સરકાર જણાવી છે. તે દરમિયાન સરકારે સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને દેશમાં 30 નવેમ્બર સુધી ‘અનલોક’ લંબાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે, દેશમાં 30 નવેમ્બર સુધી ‘અનલોક’ અમલમાં રહેશે અને તેની માટે સપ્ટેમ્બરમાં જારી કરવામાં આવેલી ‘અનલોક-5’ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એવું પણ જણાવ્યુ કે, ‘અનલોક-5’ની ગાઇડલાઇન મુજબ કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઇ વધારાની છુટછાટ આપવામાં આવશે.
Ministry of Home Affairs (MHA) issued an order today to extend the guidelines for Re-opening, issued on 30th September, to remain in force up to 30th November, 2020: Ministry of Home Affairs. #COVID19 pic.twitter.com/8jyhFhDrDz
— ANI (@ANI) October 27, 2020
ઉલ્લેખનિય છે કે, દેશમાં બે મહિના સુધી આવશ્યક સેવાઓને બાદ કરતા સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ અર્થતંત્રને તબક્કાવાર ખોલવા માટે જૂનથી ‘અનલોક’ ની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા અનલોક-5ની જાહેરાત કરવામાં આવી છે.
આજે દેશના ગૃહ મંત્રાલય તરફથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા અનલોક-5ની ગાઇડલાઇન જારી કરતા પોતાના 30 સપ્ટેમ્બરના આદેશને યથાવત્ રાખ્યો છે. તેમાં જણાવ્યુ છે કે, ગૃહ મંત્રાલયે કોરોના ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી 30 સપ્ટેમ્બરે જે માર્ગદર્શિકા જારી કરી હતી, તે હવે 30 નવેમ્બર 2020 સુધી અમલમાં રહેશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાય રાજ્યમાં કે રાજ્યમાં માલસામાન અને વ્યક્તિઓની અવર-જવરમાં કોઇ પણ પ્રકારના પ્રતિબંધો રહેશે નહીં. આ પ્રવૃત્તિઓ માટે કોઇ પણ પ્રકારની વિશેષ મંજૂરી કે પરવાનગી અથવા ઇ-પાસની આવશ્યકતા રહેશે નહીં.
ઉલ્લેખનિય છે કે, ભારતમાં આજદિન સુધીમાં કોરોના વાયરસના 79,46,429 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 1,19,502 લોકોનું કોરોના સંક્રમણથી મોત થયુ છે તો બીજી બાજુ 72,01,070 લોકો સાજા થયા છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,25,857 છે.