ભારત માં લોકશાહીમાં નેતાઓ ના એજયુકેશન,ઉંમર,ગુનાહિત સર્ટિ વગરે મુદ્દે કોઈ બંધારણીય નિયમો નહિ બનતા આ અતિ જવાબદાર ફિલ્ડ માં એટલી બધી બદીઓ ઘુસી ગઈ છે કે તેનો કોઈ પાર નથી, વાસ્તવિકતા એ છે કે બુઢિયા નેતાઓ ને એક દોઢ લાખ પગાર અને જુવાનિયા મોંઘું ભણતર પૂરું કરી નોકરી માટે ફાંફા મારે છે. અહીં ચુંટણીઓ અગાઉ કઈક ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર પણ મેદાન માં છે અને તેઓ જનતા ની સેવા કરશે. આ વાત જનતા માં હવે જાહેર માં ચર્ચાતી બાબત બની ગઈ છે ત્યારે નવા નિયમો આવે અને યુવાનો ને ચાન્સ મળે તે જરૂરી છે અને દેશ સેવા કરવા શેનો પગાર તે પણ ગંભીર મુદ્દો છે,દેશ ને રજવાડા આપી દેવાનું મહાન કાર્ય કરનાર રાજાઓ ને પણ અપાતી સ્પેશ્યલ સવલતો પણ દેશસેવા ના નામે પાછળ થી બંધ કરવામાં આવી તો નેતાઓ ને કેવી રીતે ચાલુ રહે તે વાત પણ જનતા માં ચર્ચા નો મુદ્દો બની છે તેજ રકમ દેશ ના વિકાસ માં વપરાય તો મોંઘવારી પણ કન્ટ્રોલમાં આવે અને વિકાસ પણ થાય આવું અત્યાર ની નવી પેઢી વિચારતી થઈ છે.
ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર હાલ પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ ચરમસીમાએ છે ત્યારે ઉમેદવારી કરનારા નેતાઓ પૈકી 14 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એમાંય સાત ઉમેદવારની સામે ગંભીર ગુના દાખલ થયેલા છે. ભાજપના 8માંથી 3, કોંગ્રેસના 8 પૈકી 2, બીટીપીના 2માંથી 1, જ્યારે 8 અપક્ષ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમાં બીટીપીનો એક, ભાજપના 2 અને 4 અપક્ષ ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ થયેલા છે. આમાં 2 ઉમેદવારની સામે ખૂનની કોશિશ જેવો ગંભીર ગુનો દાખલ થયેલો છે. નવી દિલ્હીની એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) નામની સ્વૈચ્છિક સંસ્થાએ બહાર પાડેલા રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
ઉમેદવારી નોંધાવનાર 80માંથી 20 ઉમેદવાર કરોડપતિ છે, જ્યારે 9 ઉમેદવારે પાન કાર્ડ ની વિગતો નથી. પાંચ કરોડથી વધુ મિલકત ધરાવતા 7 ઉમેદવાર છે, 6 ઉમેદવાર પાસે 2થી 5 કરોડની મિલકત છે, 15 ઉમેદવાર 50 લાખથી 2 કરોડની કુલ સંપત્તિ ધરાવે છે, 19 ઉમેદવાર પાસે 10 લાખથી 50 લાખ જેટલી કુલ સંપત્તિ છે, જ્યારે 33 ઉમેદવાર એવા છે જેમની પાસે દસ લાખથી ઓછી સંપત્તિ છે. ભાજપના તમામ 8 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ મિલકત છે, જ્યારે કોંગ્રેસના 6 ઉમેદવાર તથા 6 અપક્ષ ઉમેદવાર કરોડ કરતાં વધુ સંપત્તિ ધરાવે છે,જોકે રાજકારણ માં આવી વાત નવી નથી.
