કોરોના ની હાડમારી આખી દુનિયા માં હાહાકાર મચાવી રહી છે અને કોરોના થોડો મંદ પડ્યા બાદ ફરી એકવાર ઉથલો મારતા દુનિયાભર માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના ની વેકશીન હજુ આવી નથી ત્યાંજ ફરી કોરોના એ ઉથલો માર્યો છે અને બ્રિટન માં ફરી એકવાર કોરોના ની બીજી લહેર શરૂ થતાંની સાથે જ બ્રિટનમાં વડાપ્રધાન બોરિસ જોનસને 2 ડિસેમ્બર સુધી લોકડાઉન લગાડવાની જાહેરાત કરી છે. જોનસનનો આ નિર્ણય પોતાના મંત્રીમંડળના સીનિયર સભ્યોની સાથે બેઠક કર્યાં બાદ લીધો છે. અહીં અત્યાર સુધીમાં 9 લાખ 89 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લાં એક સપ્તાહથી દરરોજ 24-30 હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે. આમ ફરી એક મહિનો લોકડાઉન આવતા સમગ્ર વિશ્વ એ તેની નોંધ લીધી છે.
