કોરોના ની સ્થિતિ યથાવત છે ત્યારે લોકડાઉન બાદ દેશ માં અનલોક ની ગાઈડલાઈન વચ્ચે ધીરેધીરે ધંધા,રોજગાર શરૂ કરવા તબક્કાવાર છૂટછાટ અપાઈ રહી છે ત્યારે હવે આજથી અનલોક -6 લાગુ થતા વધુ છુટછાટ અપાઈ છે જેમાં દેશ ની રાજધાની દિલ્હી માં પુરી ક્ષમતા સાથે બસો દોડશે,જ્યારે મુંબઈમાં વધુ 610 લોકલ ટ્રેન શરૂ થશે ઉપરાંત વૈષ્ણોદેવી માં 15 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે એટલુંજ નહિ હવે ગોવા માં કેસીનો માણી શકાશે, પર્યટકો માટે નેશનલ પાર્ક ખુલવા મંજૂરી મળી છે જેમાં કાજીરંગા નેશનલ પાર્ક ની એલિફ્રન્ટ સવારી ખોલવામાં આવી છે. ઉત્તર પ્રદેશ નો ટાઇગર રિઝર્વ પર્યટકો માટે ખોલવા સાથે 314 અને 296 વેસ્ટર્ન રેલવે ટ્રેન શરૂ કરવા સહિત નો સમાવેશ થાય છે.
આમ હવે દેશ માં ધીરેધીરે માહોલ પહેલા જેવો બનાવવા પ્રયાસો ચાલુ થયા છે પણ કોરોના ની ગાઈડલાઈન પાળવા અપીલ કરાઈ રહી છે. નવેમ્બરથી ડીટીસી બસોમાં મુસાફરો તમામ સીટોનો ઉપયોગ કરી શકશે. ઓર્ડર મુજબ, મુસાફરોને સફર દરમિયાન માસ્ક પહેરવા પડશે અને કોઈ પણ યાત્રીને ડીટીસી અને ક્લસ્ટર સ્કીમ બસોમાં ઊભા રહેવાની મંજૂરી નહીં મળે.
રવિવારથી 314 સેન્ટ્રલ રેલવે અને 296 વેસ્ટર્ન રેલવેની ટ્રેનો શરૂ થઈ રહી છે. કુલ આંકડાના હિસાબથી જોઈએ તો વધુ 610 લોકલ ટ્રેન સેવાઓ ફરીથી શરૂ થઈ રહી છે. સાથોસાથ ગોવામાં રવિવારથી કસીનો 50 ટકા ક્ષમતાની સાથે ફરીથી શરૂ થઈ રહ્યા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત એ કહ્યું કે આ નિર્ણય રાજ્યમાં પર્યટન વધારવા માટે લેવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશ સ્થિત દુધવા ટાઇગર રિઝર્વ રવિવારથી શરૂ થઈ રહ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં ફીલ્ડ ડાયરેક્ટર સંજય કુમાર પાઠકે જણાવ્યું કે, 1 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ સીઝનમાં પર્યટકો અને અહીં પહોંચનારા લોકો પર કડક કોવિડ નિયમ લાગુ કરવામાં અવશે. આ નિયમોનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
