ભારત માં કોરોનાને કારણે લોકો ની આર્થિક સ્થિતિ સારી નથી અને બીજી તરફ સરકારની ટેક્સની આવક નાણાકીય વર્ષ 2020-21ના પહેલા 6 મહિનામાં 7 લાખ કરોડ રહેવા પામી છે ગયા જે નાણાકીય વર્ષના પહેલા 6 મહિનાની આવક કરતા 21% ઓછી છે. સરકારની કોર્પોરેટ ટેક્સ, ઇન્કમ ટેક્સ, કસ્ટમ ડ્યુટી અને GST કલેક્શન એમ તમામ મોરચે આવકમાં મોટો ઘટાડો થતા માર્ચમાં અને મે મહિનામાં પેટ્રોલ ડિઝલની એકસાઇઝ ડ્યુટીમાં વધારો કરાયા બાદ ફરી એકવાર વધારો કરવા સરકાર વિચારણા કરી રહી છે. માર્ચમાં પેટ્રોલ ઉપર પ્રતિ લીટર 20 રૂપિયાની એકસાઇઝ ડ્યુટીને વધારીને હાલ 33 રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવી છે. આ જ પ્રમાણે માર્ચમાં ડિઝલ ઉપર પ્રતિ લીટર 16 રૂપિયાની એકસાઇઝ ડ્યુટીને વધારીને હાલ 32 રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવી છે.
આ એકસાઇઝ ડ્યૂટીમાં વધારો ટેક્સની આવકમાં થયેલા ઘટાડાને પહોંચી વળવા માટે કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી અર્થતંત્ર પાટે નહીં ચડે ત્યાં સુધી આ વધારો લાગુ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.કોરોનાને પગલે અર્થતંત્ર વિખેરાઈ જતા એપ્રિલથી સપ્ટેમ્બર સુધી કેન્દ્રની નાણાકીય ખાધ તોતિંગ 9.14 લાખ કરોડ રહી છે. આ કારણે સરકાર પેટ્રોલ ઉપર પ્રતિ લીટર 6 રૂપિયા અને ડિઝલ ઉપર પ્રતિ લીટર 3 રૂપિયા એકસાઇઝ ડ્યુટી વધી શકે છે.
જોકે મોંઘવારી માં જનતા ભારે આર્થિક સમસ્યાઓ નો સામનો કરી રહી છે અને ખાનગી સેક્ટરો માં કામ કરતા લોકો પરેશાન છે કારણ કે તેઓ ની કોઈ ફિક્સ આવક નથી અને પગાર ઘટવા સાથે નોકરી છૂટવાનું જોખમ હોય ઓછા પગાર માં કામ કરવા મજબૂર છે અથવા તો નોકરી છૂટી ગઈ છે આમ આવા સમયે ભાવ વધારો લોકો ને પરેશાની માં મૂકી રહ્યો છે.બીજી તરફ સરકારી સેફ નોકરીમાં કામ કરતા લોકો અને પરિવારો ને નોકરી છૂટવાનો કે આવક માં ઘટાડો થવાનો કોઈ ભય નથી ઉપરાંત અન્ય સવલતો ને લઈ આવા પરિવાર ને ખાસ વધુ ફરક પડતો નથી પણ ખાનગી નોકરી ના સ્થળે બોસ લોકો કામ કરાવી પૂરતો પગાર પણ આપતા નથી અને વારંવાર નોકરી બદલવી પડતી હોય લોકો આ મોંઘવારી માં પરેશાન થઈ ઉઠ્યા છે.
