ગુજરાત કોંગ્રેસ ના આગેવાન અને કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપુરાનું કોરોના માં અવસાન થયું છે , કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા એક મહિનાથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
ધારસિંહ ખાનપુરા કાંકરેજ તાલુકાના વડા ગામના વતની હતા અને અનેક વખત તેઓ કાંકરેજના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાનપુરાના નિધનથી ઠાકોર સમાજ માં શોક ની લાગણી પ્રસરી હતી.
