વડોદરા ખાતેના મકરપુરા એસઆરપી કવોટર્સમાં એસઆરપી જવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે તેઓ બાથરૂમમાં સ્નાન કરવા ગયા ત્યારે લપસી જતાં થયેલી ઇજાઓનાં કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન ના આધારે પોલીસ તપાસ કરી રહી છે. મૂળ પાટણના 32 વર્ષના મહેશકુમાર ચૌધરી છેલ્લા 12 વર્ષથી વડોદરા મકરપુરા એસઆરપી ગ્રૂપ 9માં નોકરી કરતા હતા. તેઓના મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આસપાસના જવાનોએ પોલીસને જાણ કરી હતી.I
પોલીસે મકાન ખોલીને જોતાં મહેશકુમાર નગ્ન અવસ્થામાં બાથરુમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. બાથરૂમમાં પડી જવાથી તેઓનું મોત નીપજ્યું હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેશકુમારનું મૃત્યુ બે દિવસ પહેલા થયું હોવાનું પોલીસ માની રહી છે આ ઘટના એ અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.
