વાપી માં એક ત્રણ વર્ષ નું બાળક પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવારજનો ચિંતા માં મુકાયા હતા.જોકે તેને તાત્કાલિક અહીં ની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે સિક્કો કાઢી બાળક નો જીવ બચાવ્યો હતો.
વિગતો મુજબ વાપીમાં મોઇયુદીન નામનો બાળક પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા સિક્કો શ્ર્વાસનળી અને અન્નનળીની વચ્ચે ફસાઇ જતા પરિવારજનો ચિંતા માં મુકાઈ ગયા હતા અને બાળકને તાત્કાલિક અહિની 21 ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા ફરજ ઉપર હાજર ડો.શશી હેરંજલે તાત્કાલિક સારવાર આપી માત્ર પાંચ જ મિનીટમાં 5 રૂપિયાનો સિક્કો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.આ બાબતે ડો.શશી હેરંજલે જણાવ્યું કે 5રૂપિયાનો સિક્કો જો શ્ર્વાસનળીમાં ચાલી જાત તો જીવ જોખમમાં મૂકાઇ જાત પંરતુ બાળકને સમયસર સારવાર મળી રહેતા 5નો સિકકો બહાર કાઢી લેતાં જીવ બચી ગયો છે જેના થી બાળક ના પરિવારજનો માં ખુશી વ્યાપી ગઈ હતી.
