આખા વિશ્વ ની નજર અમેરિકા ની રાષ્ટ્રપતિ ચૂંટણી ઉપર મંડાયેલી છે હાલ વોટિંગ ચાલુ છે તો અમુક જગ્યા એ મતદાન પૂર્ણ થતાં ગણતરી પણશરૂ થઈ ચૂકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેનમાંથી રાષ્ટ્રપતિ કોણ બનશે તે અંગે ભારે ઉત્સુકતા નો માહોલ છે.અને રુઝાન આવવાના શરૂ થઈ ગયા છે. માત્ર અમેરિકા જ નહીં પણ આખી દુનિયાની નજર અમરેકાની ચૂંટણી અને તેના પરિણામ પર છે.
તાજા અપડેટ્સ મુજબ ડેમોક્રેટ્સ પાર્ટીના ઉમેદવાર જો બિડેન 119 ઇલેક્ટોરેલ વોટ મેળવી ચૂક્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 92 ઇલેક્ટોરેલ વોટ પર છે. આમ હવે કોણ બનશે રાષ્ટ્રપતિ તે તરફ સૌની મીટ મંડાઈ છે.
