ખાનગી નોકરીઓ માં કામ કરતા કર્મચારીઓ ને સમયસર પૂરો પગાર પણ મળતો નથી અને બીજી તરફ સરકારી નોકરિયાતો અને નેતાઓ પોતાનો ઊંચો પગાર જાતેજ સમયસર લઈ લે છે તો પણ કેટલાક ને આવા ઊંચા પગાર થી સંતોષ નથી અને ગોરખધંધા કરી બે નમ્બર ના કરોડો રૂપિયા બનાવી રહ્યા ની વાતો અવારનવાર સામે આવતી રહે છે ત્યારે આણંદ માં આવોજ કિસ્સો પ્રકાશ માં આવ્યો છે જેમાં વર્ગ-3ના અધિકારી પાસેથી 8.4 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ છે.
વિગતો મુજબ આણંદમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના વર્ગ-3ના ફિલ્મ આસિસ્ટન્ટ ધીરુભાઈ શર્માની 8 કરોડ 4 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી છે, જેમાં ત્રણ વર્ષમાં 1 કરોડ 18 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ જુદાં જુદાં બેંક અકાઉન્ટમાં જમા તેમજ રોકડ રકમની સ્થાવર મિલકત ખરીદી અને ખર્ચની રકમ પેટ 1.10 કરોડ રૂપિયા મળી આવ્યા છે. એ ઉપરાંત ખેડામાં કરોડો રૂપિયાની કિંમતનો જલાશ્રય રિસોર્ટ અને લકઝુરિયસ કાર પણ મળી આવ્યાં છે. ACBએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે.
