મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ઘરપકડ કરી છે તેનું કારણ હવે સામે આવી ગયું છે અને પોતાના સ્ટુડિયો નું કામ કરાવી લઈ કરોડો નું બુચ મારતા
ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેની માતાએ આત્મહત્યા કરી લઇ આ માટે અર્નબ ગોસ્વામી જવાબદાર હોવાનું સુસાઇડ નોટ માં લખતા આ કેસ માં પોલીસે ધરપકડ કરી છે આ કેસ માં સીઆઈડીની ટીમ પણ તપાસ કરી રહી છે. કથિત રીતે અન્વય નાઈકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, આરોપીઓ (અર્નબ અને અન્ય બે)એ ટીવી ચેનલ ના સ્ટુડિયો નું કામ કરાવી લઈ તેના ચુકવવા પાત્ર થતા રૂ. 5.40 કરોડ ચૂકવ્યા નથી. તેથી તેમને આત્મહત્યા કરવી પડે છે. રિપબ્લિક ટીવીએ આ આરોપ નકારી દીધા છે પણ સુસાઇડ નોટ માં ઉલ્લેખ હોય ધરપકડ કરવામાં આવી છે. આત્મહત્યા કરનાર અન્વયે રિપબ્લિક ટીવીના સ્ટૂડિયોમાં કામ કર્યું હતું. તેના માટે 500 મજૂરો કામ પર લગાવ્યા હતા. પરંતુ અંતે અર્નબે તેના પૈસા ન ચૂકવ્યા. તેના કારણે અન્વય આર્થિક ભીંસમાં આવી ગયો હતો. કંટાળીને તેણે તેની વૃદ્ધ માતા સાથે આત્મહત્યા કરી લીધી. અક્ષતાનો દાવો છે કે, ઘણાં પ્રયત્નો પછી અલીબાગ પોલીસે અર્નબ સહિત ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી આ મામલો સામે આવતા બૂચ મારવાનું પ્રકરણ સામે આવ્યું છે.
