અમદાવાદ ના પીરાણા-પીપળજ રોડ પર આવેલા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા નવ લોકો ના મોત થઈ ગયા છે અને 2 ગંભીર હોવાની વિગતો જાણવા મળી છે. અહીં ફાયરબ્રિગેડની 24 ફાયર ફાયટરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. પીરાણા-પીપળજ રોડ પર આવેલા કેમિકલ ફેક્ટરીમાં બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બનતા જ આસપાસના 9 ગોડાઉન આગ ની ઝપેટ માં આવ્યા હતા. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનોમાં 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી 9નાં મોત થઈ ગયાં છે તેમજ 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. વિગતો અનુસાર નાનુભાઈ એસ્ટેટના કેમિકલના ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. બ્લાસ્ટ થતાની સાથે આસપાસના 9 ગોડાઉનને અસર થઈ અને 3થી 4 ગોડાઉનની છતો ધરાશાયી થઈ હતી. જેને કારણે 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ગોડાઉન બટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે. જે તેમણે ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે.
આ ઘટના માં જેઓ ના મૃત્યુ થયા છે તેમાં નજમુનિશા શેખ(ઉ.વ.30)
ક્રિશ્યિન રાગિણી(ઉ.વ.50)
કલુઆ બુંદુ(ઉ.વ.41)-મેલ
યુનુસ મલિક
બે અજાણી વ્યક્તિ નો સમાવેશ થાય છે.કાપડની ફેક્ટરીનું ધાબુ પડી ગયું અને આગ લાગી જ્યારે બાજુમાં કાપડની ફેકટરી આવેલી હતી જ્યાં કેટલાક લોકો પૅકિંગનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ને લઈ ભારે ભગદોડ મચી હતી.
