અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં હાલ ટ્રમ્પ પાછળ ચાલી રહયા છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં બાઈડનથી ખુબજ પાતળી સરસાઈ થીઆગળ છે, જ્યારે બીજી તરફ, તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન નેવાડા, મિશિગન અને વિન્સકોન્સિનમાં જીત મેળવી ચૂક્યા છે. જોકે અમેરિકાનાં પાંચ રાજ્ય નક્કી કરશે કે યુએસ રાષ્ટ્રપ્રમુખની રેસમાં કોણ વિજેતા બનશે.આમાં હાલની સ્થિતિ જોતાં બાઈડન ની જીત થાય તેવી શકયતા છે. બાઈડન 253 ઈલેક્ટોરલ મત મેળવી ચૂક્યા છે, જ્યારે ટ્રમ્પ 214 મત મેળવી શક્યા છે. બાઈડન હવે 270થી ફક્ત છ મતથી દૂર છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો આવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેને કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. મતોની ગણતરી અટકાવવા માટે પેન્સિલવેનિયા, મિશિગનમાં તથા જ્યોર્જિયામાં પણ કેસ દાખલ કરાયો છે. ટ્રમ્પ સતત મતોની ગણતરીમાં ગરબડ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. કાઉન્ટિંગ દરમિયાન જ તેમણે ટ્વીટ કરીને પેન્સિલવેનિયામાં પાંચ લાખ વોટ ગાયબ થયા હોવાનો દાવો કર્યો હતો.
વિગતો મુજબ ટ્રમ્પને 270નો આંકડો મેળવવા માટે 53 ઈલેક્ટોરલ વોટ્સ જોઈએ. 4 રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. જો તેમાંથી 3 ટ્રમ્પ જીતી જાય તો તે ફરી રાષ્ટ્રપતિ બની શકે છે. પેન્સેલવેનિયામાં તેમાંથી ખૂબ મહત્વનું રાજ્ય માનવામાં આવે છે. જ્યારે બાઈડન માત્ર પેન્સિલવેનિયા પણ જીતી લે તો પણ તેઓ બહુમત સુધી પહોંચી જશે. જો પેન્સિલવેનિયામાં બાઈડન ન જીતી શકે તો તેઓ તેમના ગઢ નેવાદ, જોર્જિયા અને નોર્થ કૈરોલિન દ્વારા વ્હાઈટ હાઉસ પહોંચી શકે છે. જોકે તેમાંથી નેવાદા છોડીને દરેક જગ્યાએ ટ્રમ્પનું વર્ચસ્વ હોવાનું કહેવાય છે. આમ અમેરિકા ની ચુંટણીઓ સામે દુનિયાભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
